લગ્નમાં લગાવો આ રીતે મેહદી તો મળશે અઢળક ફાયદા
આપણી સંસ્કૃતિમાં લગ્નનો ખૂબ વધારે મહત્વ છે. તેને સાત જન્મોનું બંધન પણ ગણવામાં આવે છે. લગ્નના સમયે ઘણા રિવાજો અને વિધીઓ હોય છે, તેના ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વ હોય છે. તેમાંથી એક છે વધુના હાથ અને પગ પર મેહદી લગાવવી. એવી માન્યતા છે કે વધુની મેહદીનો રંગ થનાર પતિ અને સાસુના પ્રત્યે પ્રેમનો સૂચક હોય છે. પણ મેહદી લગાવવાનો ઉદ્દેશ્ય માત્ર આ સામાન્ય માન્યતા સુધી જ સીમિત નથી. આમ તો આ માન્યતા આ રીતને ખૂબ આકર્ષક અને પરંપરાગત બનાવે છે. પણ તેના પાછળના મુખ્ય ઉદ્દેશ્યને કદાચ આજે ભુલાવી દિધુ છે.
મેહદીનો રંગ
મેહદી એક ઔષધીય જડી-બૂટી પણ છે. મેહદી હાથ અને પગને સુંદર અને મનમોહક બનાવે છે. લગ્નના સમયે દોડધામને લઈને ગભરાહટ અને ઉત્તેજનાથી વધુને તાણ ઉદભવે તે સ્વભાવિક છે. જેના કારણે સ્વાસ્થય પર વિપરીત અસર પડે છે અને માથાનો દુખાવો અને તાવની સામાન્ય સમસ્યા થઈ જાય છે. તેથી મેહદી લગાવવાથી મગજ તનાવરહિત અને શરીરમાં ઠંડકનો આભાસ થાય છે. મેહદીમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. લગ્નના સમયે થતી રીતી-રિવાજોના સમયે જો વધુને કોઈ પણ પ્રકારની હળવી ઈજા થઈ જાય તો મેહદી આ ઈજાને સારી કરવામાં સહાયક બને છે. મેહદી શરીર માટે સ્વાસ્થયવર્ધક હોય છે. પ્રાચીન સમયમાં મુખ્ય રૂપથી આ જ કારણે મેહદી લગાવવાનું ચલન શરૂ થયું હતું.
મહેદીમા મિક્સ કરો વિવિધ વસ્તુઓ
લગ્નના સમયે જે મેહદી લગાય છે, એ માત્ર મેહદી અને પાણીને મિક્સ કરી નહીં પણ તેમાં નીલગીરિનું તેલ, થોડુંક લવિંગનું તેલ અને લીંબુના રસના કેટલાક ટીપા પણ મિક્સ કરાય છે. જે મેહદીના રંગને ઘટ્ટ કરે છે તથા તેના ઔષધીય ગુણને પણ વધારે છે. તેમજ તેની મનમોહક સુગંધ નવપરિણીત કપલના દાંમપ્ત્ય જીવનને વધારે સરળ અને મધુર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.