Gujarati Quote in Romance by Pankil Desai

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારો શ્વાસ ... તારી આસપાસ

વાત જાણે એમ છે, આજે લીધો મેં શ્વાસ છે
શ્વાસ પહેલી વાર, લીધો તારી આસપાસ છે

તારી રાહ માં, ગરમાળાની જાજમ બિછાવી
કે ક્યારેક તું આવે, ને પ્રેમથી પાડું તને પચાવી

મારું દિલ બાગ, એ બાગમાં તારો ફુવારો
તારાં ભણી, મારો તો શ્વાસ પણ કુંવારો

ક્યારેક એવું ન બને, કે તારાથી ભૂલ થાય?
એ ભૂલ માં, તારી સાથે કોફી ની આસ છે

સાવ બેફામ થઈ, મળવાથી રહ્યો તને
પંપાળતો એ વાયરો, પ્રતિબિંબ તારું બને

મારી નજર નાનું બાળક, તને જોઈ લપાઈ જાય
તું ન ગણકારે, ને બિચારું એક ખૂણે બેસી જાય

તારી ખુશ્બો ભરેલી હાજરીની, હવા બાતમી લાવે
રંગ-સુગંધ જોઈ તારાં, 'કેસર' ને પણ લાગી આવે

મનની શાંત નદીમાં, તારાં વિચારોનો કાંકરીચાળો
હરખાએલાં તારાં વાળની વાયડાઈ, કરે અટકચાળો

ટ્રાફિક સિગ્નલ ની જેમ, વગર વાહને ઝબુક્યાં કરું
તારી લાગણીનો ટ્રાફિક બંધ, છતાં તને ઝંખ્યા કરું

ક્યારેક, આ ખાલી પડેલા મધપૂડામાં પણ આવ
ભેગાં મળીને, મધ બનાવવાનાં મીઠાં સપનાં વાવ

એક કામ કર, જરાં વધાર પ્રેમનો દાયરો
હું કવિ બનું, મારી કવિતા વૈશાખ નો વાયરો

વ્યસન નહીંવત્ , પાન મને પસંદ
તું એ પાન હોય, હું એનું ગુલકંદ

જિંદગીથી છલોછલ ભરેલો, જીવનનો ઘડો
એક ટીપું તારું જો પડે, તરબતર 'પંકિલ' બડો

✍🏽..પંકિલ દેસાઈ

Gujarati Romance by Pankil Desai : 111433189
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now