એ છેલ્લા શબ્દો, ને છેલ્લી નજર,
છેલ્લી મુલાકાત,
કેમય ભુલાય?
તારી આંખોમાં સમાયેલી એ,
અલભ્ય વેદના,
કેમય ભુલાય?
તારા મનમાં સમાયેલી એ,
અસંખ્ય વાતો,
કેમય ભુલાય?
હજી ઘણું હતું જીવવાનું,
ને જુદાઈની વેળા,
કેમય ભુલાય?
અધૂરી વાતો, અધૂરા સપના,
અધૂરા અભરખા,
કેમેય ભુલાય?
આયખું આખું જોડે છતાં,
બાકી સફરની વેળા,
કેમેય ભુલાય?
- સેતુ