Know About Your Last Birth You Are Animal Or Man...........
ગયા જનમમાં તમે કોણ હતા માનવી કે પ્રાણી? રાશિથી જાણી લો
દરેક માણસને મનુષ્યનો જન્મ આસાનીથી પ્રાપ્ત નથી થતો. તેને મનુષ્યની યોનીમાં જન્મ લેતા પહેલા અનેક રૂપોમાં વારંવાર જન્મ લેવો પડે છે અને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે. ત્યારબાદ તેને મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય છે. આપણી માટે હંમેશા જિજ્ઞાસાનો વિષય રહ્યો છે કે હું ગયા જન્મ શું હતો. આપણે ત્યાં તો ટીવીમાં પણ સિરિયલ આવી ગઈ છે જે જેમાં લોકોને ગયા જન્મમાં કોણ હતા તે જાણવા માટે સ્પેશિયલ થેરાપીના આધારે આ રાજ જાણતા હતા. આવી જ રીતે આપણે પણ ઘણીવાર જાણવાની ઈચ્છા રહેતી જ હોય છે કે હું ગયા જન્મમાં કોણ હતો કે હતી.
જો તમે સરળ રીતે જાણવા માગતા હોવ તો તમારી જન્મ કુંડળી અને રાશિના આધારે પણ જાણી શકો છો. જેમાં તમારી જન્મરાશિ પ્રમાણે આવેલ રાશિથી જાણી શકો છો કો તમે ગયા જન્મમાં કંઈ યોનીમાં હતા.
તમે, જાણો મનુષ્ય જન્મ પહેલા કયા રૂપમાં તમારો જન્મ થયો હતો. શું તમે ગયા જનમમાં…….?
મેષઃ-
આ રાશિના લોકો ગયા જનમમાં અશ્વ અર્થાત્ ઘોડાની યોનીમાં હતા.
વૃષભઃ-
જો તમારી રાશિ વૃષભ છે તે તમારો જન્મ સર્પ અર્થાત્ સાપ યોનીમાં થયો હતો.
મિથુનઃ-
મિથુન રાશિના જાતક શ્વાન અર્થાત્ કૂતરાંની યોનીમાં હતા,
કર્કઃ-
તમે પાછલા જનમમાં કોઈ માર્જાર અર્થાત્ બિલાડીના રૂપમાં હતા.
સિંહઃ-
સિંહ રાશિવાળા પોતાના પૂર્વ જન્મમાં મૂષક અર્થાત્ ઉંદરની યોનીમાં હતા.
કન્યાઃ-
તમે તમારા પાછલા જનમમાં વ્યાઘ્ર અર્થાત્ વાઘની યોનીમાં જન્મ લીધો હતો.
તુલાઃ-
આ રાશિવાળાએ પોતાના પૂર્વ જન્મમાં મહિષ અર્થાત્ ભેંસની યોનીમાં હતા.
વૃશ્ચિકઃ-
જો તમારી રાશિ વૃશ્ચિક છે તો તમે પૂર્વ જન્મમાં મૃગ અર્થાત્ હરણના રૂપમાં હશો.
ધનઃ-
ધન રાશિવાળા પોતાના પૂર્વ જન્મમાં વાનર યોનીમાં જનમ્યા હતા.
મકરઃ-
જ્યોતિષશાસ્ત્રમાં મકર રાશિવાળા માટે ગયા જનમમાં સિંહ યોની બતાવવામાં આવી છે.
કુંભઃ-
આ રાશિના લોકો મનુષ્ય જન્મ પહેલા ગૌ અર્થાત્ ગાયના રૂપમાં હતા.
મીનઃ-
આ રાશિવાળા માટે જ્યોતિષશાસ્ત્રમાં ગજ અર્થાત્ હાથીના જન્મમાં બતાવવામાં આવ્યો છે.