Gujarati Quote in Blog by hitakshi Vaghela

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક ના અલગ અલગ સપનાઓ હોય છે એમાં પણ બે પ્રકાર હોય એક પોતાનું સપનું અને બીજું આપણા માતા પિતા નું.
કંઈક નવું સાંભળ્યે...
એક છોકરી હતી. અને એ એના પપ્પા ની લાડલી હતી. એના પપ્પા નું સપનું હતું કે એમની દીકરી ડૉક્ટર બને.દીકરી નો જન્મદિવસ આવે છે.પપ્પા એમની દીકરી ને રમકડાં આપે છે.દીકરી હવે મોટી થઈ ગઈ છે.
એમની દીકરી પપ્પા નું સપનું પૂરું કરવા માટે પોતાનું સપનું પપ્પા ને કહેતી નથી.
દીકરી ૧૧ અને ૧૨ સાઈન્સ ભણે છે. પણ એ ભણવા સિવાય પણ રોજ કવિતાઓ લખતી. એનું મન નતુ લાગતું સાઈન્સ માં(ભણવામાં) છતાં એ પપ્પા ના સપનાં માટે ભણતી, એનું મન તો બસ કવિતાઓ માં ભમતું.
એનું ૧૨નું રિઝલ્ટ આવ્યું એ ફેઈલ થઈ હતી. એના પપ્પા ને ખૂબ દુ:ખ થયું એમને લાગ્યું કે હવે મારે મારી દીકરી ને પરણાવી જોઈએ, દીકરી ને પણ એ ફેઈલ થઈ એ વાત નું ખૂબ જ દુઃખ હતું, એ એના રિઝલ્ટ ને જોઈને ખૂબ રડી પણ હવે સમય વિતી ગયો હતો.
પપ્પા તેમની દીકરી ને પરણાવે છે, દીકરી પોતાના નવા પરિવાર સાથે ભળી જાય છે.
દીકરી નો ફરી જન્મદિવસ આવે છે પપ્પા વિચારે છે કે હું શું આપું મારી દીકરી ને પપ્પા પોતાની દીકરી ના રૂમમાં જાય છે અને તેની જૂની બધી વસ્તુઓ, ચોપડીઓ બધું જોય રહ્યા છે અને પોતાની દીકરી ને યાદ કરી રહ્યા છે. પપ્પા રડી પડે છે જયારે તેમણે પોતાની દીકરી ની લખેલી કવિતાઓ વાંચી. પપ્પા પોતાની દીકરી ને જન્મદિવસ પર પુસ્તક આપે છે અને માફી માંગે છે. દીકરી એ પુસ્તક ખોલીને જોવે છે તો પોતાની લખેલી કવિતાઓ નિહાળે છે, એ પણ રડી પડે છે. પપ્પા ના સપના માટે પોતાના સપનાને દબાવતી દીકરી પોતાના સાથે પપ્પા નું સપનું પણ સાકાર ના કરી શકી.
શું તમારું પણ કોઈ એવું સપનું છે જે તમે તમારા પપ્પા ને કહી સકતા નથી?
તમારા પપ્પા તમારા માટે જેટલા ખાસ છે તેટલા જ હદે તમારું સપનું પણ ખાસ છે.

Gujarati Blog by hitakshi Vaghela : 111432791
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now