@Matrubharti થકી જે આજની બાઈટ્સ છે પરિચય તો આ પરિચય આપતા,હું મારો ખુદ નો પરિચય નથી આપતો, પણ જે પરિચય આપુ છું એ મારા જીવનમાં જે તકલીફ છે એ તકલીફો ને મે ગઝલ ના સ્તરે પરિચય આપ્યો છે.
🙏હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને હું બેઠો છું જીવનના કારમા ઘાવો,
ગમે ત્યારે ફાટી જાઉં એ જવાળામુખી છું હું.
#પરિચય