પરિચય શું આપું અમદાવાદનો,
છે ઇતિહાસ અનોખો એનો.
આ નગર છે શ્વાન - સસલાની કથાનું,
ચાર અહેમદોની તથાનું.
અહી છે સીદી સૈયદની જાળી,
જેની કળા વિશ્વએ વખાણી.
છે અડીખમ ઊભા ઝૂલતાં મિનારા,
છે આઝાદીના સાક્ષી સાબરમતીના કિનારા.
માણેકચોકમાં રાત દિવસ ધબકતું નગર,
ભદ્રકાળીની સોડમાં સુરક્ષિત આ નગર.
કોટ કાંગરાથી ઘેરાયેલું નગર,
પોળે પોળે ફેલાયેલું નગર.
કાંકરિયાના પાણીથી ભીંજાયેલું નગર,
ત્રણ દરવાજા સાથે બંધાયેલું નગર.
અમદાવાદની વાત છે અનોખી નિમિકા,
અમદાવાદની ભાત છે અનોખી.
વિશ્વ સકલમાં ફેલાયેલો અમદાવાદી,
ગર્વથી કહુ છું હું અમદાવાદી.
નિમિકા.
#પરિચય