#પરિચય
નવા નવા નોકરીમાં જોડાયેલા આકાશને અચાનક જ પોતાના પિતાની બિમારી ને લીધે પૈસાની જરૂર પડી. નવી નવી નોકરીને લીધે કોઈની સાથે ખાસ પરિચય થયેલ નહી એટલે કોઈ મદદ કરશે નહી એવી ચિંતા એને સતાવી રહી. છતાં તેણે આ વાત પોતાના ઉપરી અધિકારી ને કહી. આકાશને કોઈ જાતનું વ્યસન નથી ને ? એની ખાતરી કર્યા પછી આકાશની વાત પર વિશ્વાસ મૂકીને બહુ ખાસ પરિચય ન હોવા છતાં ઉપરી અધિકારીએ આકાશ ને પૈસાની મદદ કરી.