પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરા ને ખબર છે પિછાણે છે પ્યાલી,
અને ખુદ અતિથિ ઘટા ઓળખે છે.
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
-શૂન્ય પાલનપુરી