🌹 ** આંખોમાં પણ તરસ છે**🌹
સૌને બીજાને અોળખવામાં જ રસ છે
ખૂદનો ઘડો ખાલી,દરિયામાંય તરસ છે
ચણાના ઝાડે ચઢાવો તો કહે સરસ છે
વાસ્તવિકતા સ્વિકારવા સૌ નિરસ છે
સંતોષી કહે જેટલું મળ્યું તેટલું બસ છે
લોભીના કૂવા છલકાય તોય તરસ છે
અોલવાયા દિવાનો વઘારેય સરસ છે
હજાર પકવાન મફતની,કહે નિરસ છે
થપ્પી ધૂળખાતી હજીય ક્યાં બસ છે
કજૂંસને ફાટ્યું ચાલશે હજી સરસ છે
આજે ભીની આંખોમાં પણ તરસ છે
માહિ માણતા શીખ ગણતા નિરસ છે
પવાર મહેન્દ્ર
૧૩/૦૫/૨૦૨૦