મારે કલેક્ટર થાવું.......
બાપૂ,મારે કલેક્ટર થાવું.
લાલ લાઈટ વાળી ગાડી લઈને,ગામ વચ્ચેથી જાવું
બાપૂ, મારે કલેક્ટર થાવું.
મોટાં લોક જો,સલામ કરે તો,માથું સે'જ હલાવું.
બાપૂ,મારે કલેક્ટર થાવું.
એસ્ત્રી વાળા લૂગડાં પે'રું,બુટ ચમ-ચમ ચમકાવું
બાપૂ મારે કલેકટર થાવું.
ઝબલાંડબલાં કચરાકાગળ વીણવા હવે નથ્ય જાવું, બાપૂ મારે કલેકટર થાવું.
ખભે નાખ,લે, ગુણિયું
બેટા,ઝટ ઝટ હાલ્ય ઉકેડે,
રઘલીવેલી પો'ચીં ગઈ તો વધશે કાંઈ ના કેડયે.
પગ ઉપાડ લે,ભીખલા જલ્દી,ના કર ગાંડીવાત્યું,
પગમાં હરખા જોડા નૈ ને
આંતે'ડીમાં ઝાળ્યું.
ઉકરડેથી ઉગર્યા નહીં ને,તારે કલેક્ટર થાવું?
ભીખલા ઝટ કર ઉકેડે જાવું
શે તારે કલેક્ટર થાવું?
-V VJ