# શિકાર
એ નાનો અમથો વાઈરસ શિકારી થઈ ગયો
ને મસ્ત મોજીલો માનવી શિકાર બની ગયો
કયાંથી આવ્યો ને કેમ આવ્યો એ પ્રશ્ન થઈ ગયો
ને એના ચકકરમાં માનવી ત્રસ્ત થઈ ગયો
રોજેરોજના વધતા આંકડે દેશ બરબાદ થઇ ગયો
ને શિકારીનો શિકાર મહામારી બની ગયો
દેવદૂત સમા ડૉક્ટર, નર્સ ને પોલીસ થઈ ગયાં
સામાન્ય માનવી પણ આજે કર્ણ બની ગયો
ભલે તું કોરોનામાંથી કોવીડ-૧૯ થઈ ગયો
પણ અંતે તો તું શિકારી જ બની રહ્યો
શિકાર બહુ થયો ઓ ઘાતકી શિકારી
પર અરણ્યથી પાછો વળી જા ઓ શિકારી....
Kittu