Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માનવ જીવનની મહાનતા


બધાજ પ્રકારના પ્રાણીઓ ( જે‌પ્રાણથી જીવે તે) માં માનવ
શ્રેષ્ઠ છે. પરમાત્મા એ સૌથી છેલ્લે માનવ ને બનાવ્યો, એવું
કહેવાય છે. દેવતા, દાનવ ,યક્ષ, કિન્નર, ગંધર્વો આ બધા કરતાં માનવ ને વિશેષ અધિકાર મળ્યો છે.


કયો વિશેષ અધિકાર ? એ જાણવુ જરૂરી છે.
ઘણા ને ખબર જ નથી. કે માનવજીવન શામાટે મળે છે.
પશુ પંખી એ બધા ફકત ભોગયોનિ માં જન્મ લે છે.
એમનું જીવન ભોગ ભોગવે અને પ્રારબ્ધ માં થી મુક્તિ મળે.
જ્યારે માનવ ને કર્મ કરી ભોગો માંથી  ઉપરામ થઈ, આત્મા ની મુક્તિ મેળવી શકે..આ વિશેષ અધિકાર છે.


પરંતુ, માનવ પોતાની જાતને તુચ્છ જીવ સમજે‌ છે. દેવતાઓ
સામે હાથ જોડીને કાયમ ભીખ માંગવા ટેવાયેલો છે. એ
ભીખમંગી વિચાર સરણી ત્યાગી સ્વતંત્રતા તરફ આવવા નું છે. માનવ શું ના કરી શકે?  જરાક ઈતિહાસ માં નજર કરી
જોઈલો..... કેટલાય મહાપુરુષ ઓ એ મૃત્યુ પર વિજય
મેળવ્યો છે. અને. માનવ જીવન સાર્થક કર્યું છે..

પુરાતન કાળથી જ નહિ, માનવ જન્મ થી જ મનની શક્તિ અને બુદ્ધિ ની તાર્કિક શક્તિ થી ઈશ્વરે નવાજ્યો છે. પછી
ઉપયોગ કરવો ના કરવો માનવના હાથ ની વાત છે.કેટલાય
વિદ્વાનિકો, વૈજ્ઞાનિકો, દાર્શનિકો , મહાન રાજાઓ થઇ ગયા
એમની પાસે ક્યાં થી શક્તિ કહો.. કૃપા કહો..દુઆ કહો..
મળી ગઈ. એ એમના ભગીરથ કાર્ય નું ફળ છે.

આપણે દુઆ અને કૃપા માંગીએ છીએ. અરે! માગવી જ જોઇએ દુઆ , પરંતુ તે માટે ની લાયકાત તો કેળવવી જોઈએ
આ કર્મભૂમિ છે. અહીં દેવતા ના અવતરણો થાય તોપણ
તેમણે કર્મ કરવું  પડે છે. શ્રી કૃષ્ણ, રામ વગેરે નું જીવન જુઓ. એમના જીવનમાં પણ ઝંઝાવાત હતો જ. પણ પુરુષાર્થ વડે તેઓ વિજયી બન્યા. આળસુ બની બેસી નથી
રહ્યા. કર્મ કરીએ તો જ દુઆ મળે, કૃપા મળે. મફતમાં અહીં
કશું મળતું નથી.

માટે, સાવધાન તમારે શું કરવું જોઈએ?
તમારુ લક્ષ્ય શું છે? તે નક્કી કરવું જોઈએ
પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ.. પરિણામ મળશે જ.
પ્રકૃતિ નો નિયમ છે. જેવું કર્મ કરે તેવું જ ફળ મળશે
કર્મલોકમાં પ્રારબ્ધથી મળેલા કર્મો ભોગવ્યા સિવાય છુટકો નથી. અને ક્રિયમાણ એટલે આ જન્મ માં કરવા પડતાં કર્મ
નિત્ય, નૈમિત્તિક વગેરે કરવા જ પડશે. એ બધા માં થી છુટવા
નો ઉપાય નિષ્કામ ભાવે નિર્લેપભાવે અનાસક્તિ થી કર્મ કરવા
ફળ મળશે પણ એ બંધન કર્તા થશે નહીં.મન માં રહેલા
કર્મ બીજ ના સંસ્કાર નાશ પામી, મુક્તિ નો અનુભવ થશે.
આમ, માનવે પોતે જ પોતાની ઉપર કૃપા કરવા ની છે.

જેના મનમાં કોઈ ઈચ્છા જ બચી નથી.
એના સંકલ્પ માત્ર કરવામાં ઘટના ઘટી જાય છે.
આ માનવજીવન ની મહાનતા છે..

::::;;;;;;😂😂:::;::😂😂::::;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111431904
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now