આપણી ગુજરાતી પ્રજા ઉત્સવોમાં ઉત્સુક ગાવાનું, નાચવવાનું અને મસ્તીમાં જીવવાનું આ કોરોનાના ભયમાં મને એક વિચાર આવ્યો આ ભયમાં નિર્ભયતા લાવવાના પ્રયત્ન રૂપે લગ્નગીતના ઢાળમાં એક ગીત લખું છું .મારું લેખન નિજાનંદ માટે છે. માટે સહકાર આપશો કોપી પેસ્ટ કરો તો વાંધો નહિ પણ કર્તામાં મારું નામ રાખજો.....
અમે કોરોનાથી નહિ ડરવાના......
અમે કોરોનાથી નહિ ડરવાના...આનંદ ભર્યો
અમે લોકડાઉનથી નિર્ભય રહેવાના...આનંદ ભર્યો
અમે ઘરે રહી લડી ને જીતવાના ...આનંદ ભર્યો
અમે માસ્ક વગર નહિ ફરવાના ..આનંદ ભર્યો
અમે હાથ સાબુથી ધોવાના ...આનંદ ભર્યો
અમે પ્રધાનમંત્રીનું સૂચન માનવાના ..આનંદ ભર્યો
અમે કામ વિના બહાર નહિ નીકળવાના..આનંદ ભર્યો
અમે ડોકટર ,નર્સ,પોલીસ,સફાઈકર્મી વગેરે નું અભિવાદન થાળી ,તાળી ,દીપ પ્રગટાવી કરવાના.. આનંદ ભર્યો...
અમે ભારતીય બધા ભેદ ભૂલી સાથે રહી લડવાના.. આનંદ ભર્યો...
અમે સકારાત્મકતા દાખવી લડવાના... આનંદ
ભર્યો...
અમે ઈશ્વરની ઈબાદત કરી લડવાના ...આનંદ ભર્યો
અમે વિશ્વમાં દાખલો બેસાડવાના ....આનંદ ભર્યો.
અમે પા પા પગલી કરી યોગ્ય પગલાં ભરવાના...આનંદ ભર્યો..
અમે ભારતીયો કદી નહિ ડરયા ને નહિ ડરવાના ...આનંદ ભર્યો....
અમે ઇડરિયો ગઢ જીત્યા ને જીતવાના....આનંદ ભર્યો.....