Gujarati Quote in Story by Jasmina Shah

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" ડિઅર જિંદગી "
શેરોન અને સુચિત બંને સાથે જ જોબ કરતા હતા. શેરોનને બોલવા બહુ જોઈએ અને સુચિતને બોલવા બિલકુલ ઓછું જોઈએ, અરે કોઈ રસ્તામાં મળે તો પણ સુચિત તેને સ્માઈલ આપે જ નહિ. જાણે તેને સ્માઈલ આપતા આવડતું જ ન હોય તેમ.

સુચિતનો ચહેરો એટલો તો ધીર-ગંભીર હોય કે તેની સામે કોઈ જોઈને હસવાની કે તેની સાથે કોઈ બોલવાની હિંમત જ ન કરે. દેખાવમાં પણ એકદમ અક્કડ, જાણે પી.એસ.આઇ.

તેને શેરોનનું હાસ્ય ખૂબ ગમે. શેરોનનું નિખાલસ હાસ્ય, બોલવું, ચાલવું, જીવનની હરેક ક્ષણને માણી લેવાની આવડત. આ બધું સુચિતને ખૂબ ગમે. આમ કરતાં કરતાં તે શેરોનના પ્રેમમાં પડી ગયો. પણ કહેતા ડર લાગે એટલે કહેતો નહિ.

શેરોન પણ સુચિતની બોલવા-ચાલવાની સ્ટાઈલ, પર્સનાલિટી, કામ કરવાની આવડત, હંમેશાં સાચું જ બોલવાની આદત, આ બધાથી પ્રભાવિત થઇ તેને ચાહવા લાગી હતી પણ કહેવું કઇ રીતે તે પ્રશ્ન હતો.

એક દિવસ શેરોનનો મૂડ બરાબર ન હતો તો, સુચિત પણ તેને જોઇને થોડો ઉદાસ થઇ ગયો. ના છૂટકે તેણે શેરોનને પૂછી જ લીધું, " કેમ, તારી તબિયત બરાબર નથી આજે તું મૂડમાં નથી ? "
શેરોન: ( જરા અકળાઈને ) આપણાં મૂડથી ક્યાં કોઈને ફરક પડે છે ? મૂડમાં હોઇએ કે ન હોઇએ એ તો એના એજ..!!
સુચિત: એવું ન બોલ યાર, તારું આ ચડેલું મોઢું સ્હેજ પણ સારું નથી લાગતું. તું હંમેશાં હસતી જ સારી લાગે છે.
શેરોન: તમને કંઈ ફરક પડે છે ?
સુચિત: હા, બહુ ફરક પડે છે.
શેરોન: શું ફરક પડે છે ?
સુચિત: આઇ લવ યુ, યાર.
અને શેરોન ખડખડાટ હસી પડે છે.
સુચિત: શું થયું તને એકદમ ?
શેરોન: આ જ તો સાંભળવું હતું મારે તારી પાસેથી.
સુચિત: હવે, તું તો આઇ લવ યુ કે.
શેરોન: ( સુચિતની આંખમાં આંખ પરોવીને ) આઇ લવ યુ સુચિત. પણ એક વાત કહું, તું જીવન પ્રત્યે આટલો સીરીયસ કેમ થઇ જાય છે ? જિંદગીને થોડી ઇઝીલી લેવાની રાખ અને જીવનની હરેક ક્ષણને માણવાની રાખ.તો જિંદગી બોજારૂપ નહિ લાગે અને જીવવાની મજા આવશે. " ડિઅર જિંદગી " જિંદગીને પણ પ્રિયતમાની જેમ વ્હાલી બનાવીને રાખ.
સુચિત: તારી વાત સાચી છે. તારા આ નિર્દોષ હાસ્યએ મને જિંદગી જીવતા અને હંમેશ માટે ખુશ રહેતા શીખવી દીધું. નાઉ આઇ એમ ઓલ્વેઇઝ હેપ્પી. પણ, શેરોન ( શેરોનની આંખોમાં પ્રેમથી આંખો પરોવીને, તેના હાથ પોતાના હાથમાં લઇને ) તું પણ મને પ્રોમિસ આપ કે તું હંમેશાં હસતી જ રહેશે, કોઈ દિવસ દુઃખી કે નારાજ હોવા છતાં મારી સામે મોં નહિ ચડાવે.
શેરોન: ( ખડખડાટ હસીને ) કાયમ હસતી રહીશ બસ, પ્રોમિસ.

- જસ્મીના શાહ 'જસ્મીન'

Gujarati Story by Jasmina Shah : 111431709
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now