#શિકાર #
એની બે આંખો નો શિકાર બનતી હું દરરોજ,
જ્યારે પાણી ભરવા જતી હું, કૂવાકાંઠે વહેલી પરોઢ,
એની નજરું નું તીર લાગ્યું પહેલીવાર મારાં હૈયે,
પડ્યું મારાં માથા નું બેડલું આજે સાવ હેઠે,
આંખો થી આંખો મળી ને હું શરમાણી,
સ્મિત જોઈને મારાં ચહેરા પર, એની નજર મલકાણી,
પાણીભરી ને હું રોજે ઘરે જાતી,
એની આંખો નો દરિયો મન માં ભરી જાતી,
જોઈ ને એને કૂવાકાંઠે,
રાસે રમતું મારું મન હૈયા કાંઠે
મારી આંખો ના શિકારી ને જોતી હું" નીચી નજરે"
આજે એ શિકારી ને મેં પણ " ઘાયલ" કર્યો આ
"તીરછી નજરે "
- dr. priyanka gorasiya