#શિકાર
શિકાર તો પહેલાં તીર થી પશુ પક્ષીઓના થતા હતા ,
હવે સમય બદલાયો છે,
પૈસાના તીર થી સુખ નો શિકાર થાય છે,
લોભના તીર થી જરૂરિયાત નો શિકાર થાય છે,
પ્રતિષ્ઠાના તીર થી માન નો શિકાર થાય છે,
અમીરી ના તીર થી ગરીબો નો શિકાર થાય છે,
આ તો એ સમય છે જયાં,
આંખોના તીર થી પ્રેમ નો શિકાર થાય છે અને,
પ્રેમના તીર થી ચારિત્ર્ય નો શિકાર થાય છે..