આમ તો આપણી આસપાસ અનેક લોકો રહેતા હોય છે જેમનો આપણા જીવનમાં હસ્તક્ષેપ રહેતો હોય છે. આ લોકો કુટુંબી, મિત્રો કે સંબંધીઓ હોઈ શકે. બધા લોકોનું આપણા જીવનમાં અલગ-અલગ મહત્વ રહે છે અને કોણ વ્યક્તિ આપણો કેટલો હિતુચ્છુ તે સમય આવ્યે જ ખબર પડે છે. પોતાના-પારકા લોકોની પરખ કરવા માટે આચાર્ય ચાણક્યએ ખાસ વાતો બતાવી છે....
આચાર્ય ચાણક્ય કહે છે...
आतुरे व्यसने प्राप्ते दुर्भिक्षेत्र शत्रुसंकटे।
राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बांधव:।
ચાણક્યએ કહ્યું છે કે, જે વ્યક્તિ પોતાની બીમારીમાં, દુઃખમાં, દુર્ભિક્ષમાં, શત્રુ દ્વારા કોઈ સંકટ ઊભું થયું હોય, શાસકીય કામોમાં, સ્મશાનમાં યોગ્ય ટાઇમે પહોંચી જાય તે જ માણસ સાચો હિતેચ્છું હોઈ શકે છે.
જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય અને જે લોકો તેનો સાથ આપે છે તે જ તેના સાચા હિતેચ્છુ હોય છે. જ્યારે જીવનમાં કોઈ ભયંકર દુઃખ આવી જાય કે મુકદમો, કોર્ટ કેસમાં ફસાઈ જાય ત્યારે જે માણસ ગવાહીના રૂપમાં સાથ આપે તે જ સાચો મિત્ર કહેવાનો અધિકારી હોય છે. તે સિવાય મૃત્યુના સમયે જે વ્યક્તિ ઉપસ્થિત થઈ જાય તે સાચો મિત્ર હોય છે. જ્યારે કોઈ શાસકીય કામમાં કોઈ અડચણ આવી જાય અને જે મિત્ર સાથ આપે તે સાચો માણસ છે.
આ છ પરિસ્થિતિઓમાં જ્યાં તમારો સાચો હિતેચ્છુ સાથ આપે તે જ તમારો સાચો મિત્ર હોઈ શકે અને તેનો સાથ ક્યારેય છોડવો ન જોઈએ. તેનો સાથ ક્યારેય છોડવો ન જોઈએ અને તેની સાથે સ્નેહ રાખો.