એક બર્મીઝ (બર્મા ના રહેવાસી) વાર્તા:
એક સ્ત્રી સવારના ૧૧-૧૨ વાગ્યે માછલી ખરીદવા જાય છે.
આ સમયે એટલા માટે કે આખી બજાર લગભગ ઉઠી ગઈ હોય તો સસ્તામાં માછલી મળે તો ચાલે.
બે - ચાર માછલી લે છે.
થેલીમાં મૂકે છે અને રસ્તે વિચાર કરે છે.
એનો પતિ દારૂડિયો છે, જુગારી છે, આવો છે, તેવો છે.
એની એટલી બધી યાતના એ પ્રગટ કરે છે.
પછી વાર્તાકાર કહે છે...
સારું થયું એ સ્ત્રી રડી નહિ; નહિતર એના આંસુમાં માછલી જીવંત થઈ જતે.