આવ્યો કળયુગ માણસ સૌને દોષ દેતો ફર્યો,
અંતે તો માનવી સમય નો શિકાર બન્યો.
લાલચ ને મજબૂરી ની પળો માલતો ગયો,
અંતે તો માનવી સમય નો શિકાર બન્યો.
આવી અહંકાર માં આડો અવળો ભમ્યો,
અંતે તો માનવી સમય નો શિકાર બન્યો.
કર્યું નઈ કાંઈ ને નસીબને બલી બનાવતો ગયો,
અંતે તો માનવી સમય નો શિકાર બન્યો.
સમય સમય કરી ને સમય ની રાહ મા અટવાતો રહ્યો,
અંતે તો માનવી સમય નો શિકાર બન્યો.
સ્વાર્થની શરણાઈ મા ન ઠાર્યા કે ન પોતે ઠર્યો,
અંતે તો માનવી સમય નો શિકાર બન્યો.
રૂપ રૂપિયા ને રાજ કહે એમ કરતો રહ્યો,
અંતે તો માનવી સમય નો શિકાર બન્યો.
કર્મ નું ફ્ળ વિના માગ્યે સારુ નરસું ભોગવતો રહ્યો,
અંતે તો માનવી સમય નો શિકાર બન્યો.
jigna.r.rabari.
#શિકાર