#શિકાર
કાલનું કંઈ ખાધુ નથી, ઘરે મારા બાળકો ભૂખ્યા છે, ભગવાનને નામે કઈ આપી દો મારી બેન, ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. વિશ્વાને મન તો ન માન્યું પણ પીછો છોડાવવા એણે ભિખારણને દસ રૂપિયા આપી દીધા. અને જ્યાં પાછા વળીને જુએ છે તો પોતાના જ પૈસાથી એ ભિખારણ પાનના ગલ્લેથી બીડી ખરીદતી હતી અને હા, એની નજર હતી બીજા શિકારની શોધમાં.