એક બાબત મને ગમી ગઈ છે,
તારી સોબત મને ગમી ગઈ છે !
પીઠ પાછળથી ચાહવા જેવી,
તારી આદત મને ગમી ગઈ છે !
આખી દુનિયા મને ગમે એમાં,
તું ય અલબત્ત મને ગમી ગઈ છે !
તારી આંખોથી તું જુએ છે મને,
એ અસલિયત મને ગમી ગઈ છે !
કેમ ચિંતા કર્યા કરે છે તું,
મારી હાલત મને ગમી ગઈ છે !
- ભરત વિંઝુડા