દિલ તો તેને
દેવાય જે ત્યાંગને
અનુસરે છે
દિલ આપવું
લેવું અપેક્ષા નહીં
સાચા પ્રેમમાં
બે તન મળે
થાય દિલ એકને
મળે જન્નત
થયો પ્રેમને
મળ્યું આલિંગન ને
શાંત છે મન
દિલ દરિયો
ને હું છું શાંતિ તારા
પેટાળ મહી
હું તારી ને તું
મારો આજ પ્રેમની
સાચી વ્યાખ્યા
દિલની વાત
સંભળાય જીતાય
અનેક યુદ્ધો
દિલની વાત
સંભળાય મળે છે
જીવન શાંતિ