દિલ ક્યાં માને છે એમ આપણું કહ્યું,દૂર રહીને લાગે છે તું પાસે,દિલમાં કણાની જેમ ખૂંચે છે જુદાઈ, થાય છે કોની પ્રતીક્ષામાં જાગ્યા કરું રાતભર, વિચારતા ભીની આંખે દિલમાં થાય ખટકો,પણ તોય તું ક્યાં ભૂલાય છે, લગાવું બીજાનો ફોન નંબર અને આંગળીને ટેરવે આવે છે નામ તારું, ને જોડાઈ જાય છે તું,ગુસ્સે થઈ ભૂંસી નાખું હું ફોનમાં નંબર,દિલમાંથી ક્યાં ભૂંસાય છે તું