ફળિયું
યાદ આવે છે મને મારું એ ફળિયું
હંમેશ હૃદયમાં રમતું એ ફળિયું...
કેમ રે ભૂલાય એ મજાનું ફળિયું
વિત્યું જયાં બાળપણ મારુ એ ફળિયું...
મજાની પરોઢ ને મજાની સાંજ
દરેક ૠતુમાં મહેકતું એ ફળિયું...
વાર હોય કે તહેવાર હોય
યાદ આવે મને મારું એ ફળિયું...
ચારેકોર મંદિર ને વચ્ચે ઘર મારું
આરતીના રવમાં મગ્ન ફળિયું મારું...
જેણે દીધા સગાથીયે વહાલા સ્નેહીજનો
હા, સાંભરે મને મારું એ ફળિયું...
મજાના લોકો ને મજાનું ફળિયું
શાને છૂટયું એ વ્હાલું ફળિયું ???