મારા હદયની વચ્ચો વચ્ચ તારા માટે એક ભવ્ય મહેલ જેવું આસન છે. તારા સિવાય કોઈ તેનું હક્કદાર હતું નહીં, છે નહીં, અને થશે પણ નહીં. તું જરૂર આવીશ તેવી આશા સાથે રોજ જળહળી ઉઠું છું. મને વિશ્વાસ છે તું એક દિવસ તો જરૂર આવીશ. હું મારા છેલ્લા શ્વાસ સુધી તારી રાહ જોઈશ. મારા વિશ્વાસરૂપી પ્રેમની પરીક્ષા તું ક્યાં સુધી કરીશ ? મેં તારી પાસે ક્યારેય ક્શું માગ્યું નથી ? ના ક્યારેય માંગીશ ? પરંતુ મારા અંતરના ઊંડાણમાં ઉઠતી વેદનાની તને ખબર છે. તું જયારે પણ આવીશ ત્યારે મારા પ્રેમરૂપી તપમાં તપેલા અશ્રુઓથી તારા ચરણ જરૂર પખાલીસ. દિવસે દિવસે મારો વિશ્વાસ વધારેને વધારે મજબુત થતો જાય છે.
હે, રાધાના દીવાના. હું તો તને જ પ્રાર્થું છું. અનંતકાળથી હે મુરલીમનોહર તું જરૂર આવીશ.
જય શ્રી રાધે કૃષ્ણ
- Akshay Vanra