Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં સંકટ કે મુસીબત ક્યારે આવી જાય કોઈ નથી જાણતું, પરંતુ દરેક વ્યક્તિ પોતાના કર્મોને સારી રીતે જાણે છે, જેમાં ખરાબ કર્મ આ અહેસાસ કરાવતા રહે છે કે મુશ્કેલી કોઈ પણ સમયે આવી શકે છે. એટલા માટે સુખેથી જીવવા માટે સત્ય અને સારા કર્મોની રાહ પકડવી તે જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.

ધાર્મિક દ્રષ્ટિએ જીવનમાં ખરાબ કામોને લીધે આવનારી મુસીબતોની ઘડી શનિદશા પણ માનવામાં આવે છે, માન્યતા છે કે શનિ ખરાબ કર્મ પ્રમાણે દંડ આપનાર દેવતા છે. એટલા માટે જાણતા-અજાણતા થયેલ કર્મદોષથી મુક્તિ સદગતિ અને શનિની પ્રસન્નતા માટે શનિવાર શનિની ઉપાસના ખૂબ જ મંગળકારી માનવામાં આવી છે.

તેની માટે પુરાણોમાં તપોબલી અને સિદ્ધ મુનિ પિપ્લાદ દ્વારા શનિ પીડાથી રક્ષણ માટે રચવામાં આવેલ શનિમંત્ર સ્ત્રોત ખૂબ જ અસરદાર માનવામાં આવે છે. ખાસ કરીને શનિવાર કે શનિ જયંતિ(20 મે) ઉપર શનિની સાડાસાતી, મહાદશા અને ઢૈય્યાના ખરાબ પ્રભાવને બેઅસર કરી રાતો-રાત ભાગ્યને સવારનાર માનવામાં આવે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તેની માટે સત્યની રાહ ઉપર ચાલવામાં આવે. જાણો આ શનિમંત્ર સ્ત્રોત અને પૂજાના આસાન ઉપાય...

-શનિવારે કે શનિ જંયિતિએ સવારે અને સાંજે શનિદેવને સ્નાન કરાવ્યા પછી તલનું ચઢાવી ખાસ કરીને કાળા રંગની પૂજા સામગ્રીઓ, જેમાં ગંધ, અક્ષત સિવાય કાળા તલ, કાળા ફૂલ, કાળા વસ્ત્ર સામેલ હોય, અર્પિત કરો. તેલથી બનેલી મિઠાઈનો ભોગ લગાવો અને નીચે લખેલ શનિમંત્ર સ્ત્રોતનો પાઠ સંકટ, પીડા મુક્તિ અને સુખ-સમૃદ્ધિની કામનાથી કરો....

नमस्ते कोणसंस्थय पिङ्गलाय नमोस्तुते।

नमस्ते बभ्रुरूपाय कृष्णाय च नमोस्तुते॥

नमस्ते रौद्रदेहाय नमस्ते चान्तकाय च।

नमस्ते यमसंज्ञाय नमस्ते सौरये विभो॥

नमस्ते यमदसंज्ञाय शनैश्वर नमोस्तुते।

प्रसादं कुरु देवेश दीनस्य प्रणतस्य च॥

-અંતમાં શનિની ધૂપ અને દીપ આરતી કરી જીવનમાં મન, વચન અને કર્મ સાથે જોડાયેલ ત્રુટીઓની ક્ષમા માગી પ્રસાદ ગ્રહણ કરો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111430216
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now