Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અનેક અવસરોએ જોવા મળે છે કે પલભરની ભૂલ ભારે લાંબા સમય સુધી નુકસાન પહોંચાડનારી હોય છે. જ્યારે વાત કામ અને કેરિયર સાથે જોડાયેલી હોય તો એવી ભૂલ ખૂબ જ મોંઘી સાહિત થાય છે, ખાસ કરીને કામમાં સુસ્તી અને આનાકાની ભવિષ્ય સાથે જોડાયેલ બધી યોજના ઉપર પાણી ફેરવી દે છે. શાસ્ત્રોમાં કર્મહીનતા કે આળસને દરિદ્રતા અને અસફળતાનું કારણ માનવામાં આવે છે.

જીવનમાં કર્મહીનતા અને અસફળતાથી બચાવ માટે શાસ્ત્રોમાં શક્તિ ઉપાસનાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. કર્મ, મહેનત કે પરિશ્રમથી વર્તમાન જ નહીં ભવિષ્ય પણ સુધારવું હોય તો નવરાત્રિમાં નવદુર્ગાના અલગ-અલગ રૂપોમાં દેવી બ્રહ્મચારિણીની પૂજા અને ધ્યાને શુભ માનવામાં આવ્યું છે.

દેવી બ્રહ્મચારીણીની ઉપાસના પણ ઉજ્જવળ ભવિષ્યની કામના રાખનારા દરેક ભક્તના જીવનથી આળસ, દરિદ્રતાનો નાશ કરી સ્વાસ્થ્ય, સૌભાગ્ય અને મનચાહી સફળતા પ્રદાન કરે છે. તેની માટે નવરાત્રિના બીજા દિવસે અહીં બતાવેલ વિશે મંત્ર અને મંત્ર સ્તુતિનું સ્મરણ દેવીની પંચોપચાર પૂજાની સાથે ખૂબ જ શુભ ફળ આપે છે.

-સવાર-સાંજ દેવી બ્રહ્મચારીણીની મૂર્તિને પંચામૃત સ્નાન કરાવ્યા પછી લાલ લામગ્રીઓ જેમાં ગંધ, અક્ષત, લાલ ફૂલ કમળની સાથે નૈવધમાં ખાસ ખાંડ સામેલ હોય, તે અર્પિત કરો. ધૂપ, અને ગાયના ઘીન દીવો કરી હાથમાં ફૂલ, અક્ષત લઈ નીચે લખેલ મંત્ર સ્તુતિ બોલો અને માતાને સમર્પિત કરો. મૂર્તિન હોય તો ફોટાની પૂજા શ્રદ્ધા કરો...

तपश्चारिणीत्वंहि तापत्रयनिवारणीम्।

ब्रह्मरूपधरा ब्रह्मचारिणी प्रणमाम्यहम्॥

शंकरप्रिया त्वंहि भुक्ति-मुक्ति दायिनी।

शान्तिदाज्ञानदा ब्रह्मचारिणीप्रणमाम्यहम्॥

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111430212
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now