#આજનો સોનેરી દિવસ#


આજના દિવસને જીવી બતાવો છે
આજ કશુક સિદ્ધ કરવું છે.
કાલે કરીશ કાલે કરીશ
તેમ દિવસો ગણા વિતાવ્યા છે.
આજના....
સોનેરી આ સવાર છે અને
વાતાવરણ આહલાદક છે
રમ્યમય આ પ્રકૃતિના સહારે
નવો ઈતિહાસ મારે બનાવવો છે
આજના.....
આવનારી કાલને કઇંક નવું આપવા
શૂન્યમાંથી નવસર્જન આજ મારે કરવું છે
સમયનો સદુપયોગ ઉપયોગ કરીને
આ દિવસને ધન્ય બનાવવો છે
આજના......
વાદળ છાયા વાતાવરણ માં સમીર મીઠો ફૂંકાય છે
આજે મારા ચિત્તમાં સુવર્ણ સંકલ્પો રેલાય છે
કાલ તો જતી રહી અફસોસ નથી કરવો
ભવિષ્ય માટે કંઈક મારે કરવું છે
આજના......
વૃક્ષ ને જોઈને દ્રઢ મારે બનવું છે
નદીના પાણીને જોઈને નવો માર્ગ મારે બનાવવો છે
આજના દિવસને જીવી બતાવવો છે
આજ કશુક સિદ્ધ કરવું છે
આજના દિવસને યાદગાર બનાવી દેવો છે.

_ sagar

Gujarati Poem by Sagar Raval : 111430088

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now