'પિયર'......
.. વર્ષમાં એકવાર તો પિયર જવા મળવુ જોઈએ
એકવાર જવા માટે મન આતુર થવું જોઈએ
તબિયત માં સારી હોવા છતાં 'કેમ પતલી થઈ ગઈ?' એમ કહેવા વાળા એક પિતા હોવા જોઈએ....
આંખો ના એક્સરે માંથી મન જાણવા વાળી એક માં હોવી જોઈએ.....
'તમે બેસો હું કામ પતાવીને આવું' આવું કહેવા વાળા એક ભાભી હોવા જોઈએ....
ધર હોઇ નળીયાનુ કે મુંબઈ જેવા ફ્લેટ
પિયરમાં ગયેલી દિકરી ને તો ઇન્દ્રપ્રસ્થ ની થાટ....
સાસરીયા અહીયાં યાદ ન આવે
એટલેજ પિયર અને સાસરીયા મા થોડું અંતર અલગ હોવું જોઈએ
'પિયર'.....