જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,
લોહીના બુંદેબુંદમાં મારી માં નું ઉધાર નીકળે.

તારા હિસ્સાની રોટલીઓ પધરાવી મેં પેટમાં,
ને તોય માં તારા મુખે થી ઓડકાર નીકળે.

તારા આ કાળિયાને એવો શણગારતી,
જાણે સજીને સાજ આખી સરકાર નીકળે.

પહેલામાં નિશાળે જાતા જો રડી પડું હું તો,
એની આંખોમાંથી ય આંસુ ચોધાર નીકળે.

મારી સફળતાને એક’ દિ ફંફોસી જોઈ મે,
મારી માવલડીના સપના સાકાર નીકળે.

દાળ જો ના ગળે એના પૌત્રની પપ્પા પાસે,
તો બાની ઓઢણીના છેડેથી કલદાર નીકળે.

સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં,
તોય મારી માવડી મારી લેણદાર નીકળે.

ખુદ ના આવી શક્યો તો માં ને મોકલી,
પૂછી જુઓ ખુદાને તો હકાર નીકળે, મધર્સ ડે ની શુભેચ્છાઓ

Gujarati Whatsapp-Status by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી : 111429561

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now