કાળસર્પદોષથી ડરવાની જરૂર નથી, 1 આદત અને 2 ઉપાય આપશે ભરપૂર લાભ
જ્યોતિષમાં જે સૌથી વધુ ડરાવે છે તેમાં છે શનિથી ઢૈય્યા, સાડાસાતી અને રાહુ-કેતુ અને કાળસર્પ દોષ. અનેક લોકો કાળસર્પદોષથી પીડિત હોય છે અને તેનાથી નુકસાન સહન કરતા હોય છે. જ્યોતિષમાં આ દોષને સર્પ દોષ કહેવામાં આવ્યો છે. પરંતુ કાળાંતરે તેનું નામ કાળસર્પ દોષ પડી ગયું છે. આ દોષ અનેક પ્રકારના હોય છે. 12 મુખ્ય કાળસર્પ દોષ હોય છે. જ્યારે કુંડળીમાં રાહુ અને કેતુ વચ્ચે બધા ગ્રહો આવી જાય તો કાળસર્પ દોષનું નિર્માણ થાય છે. રાહુ મુખ છે અને કેતુ તેની પૂંછડી છે. મુખ અને પૂંછડીની વચ્ચે જ્યારે બધા ગ્રહ આવી જાય તો સાપ જેવી આકૃતિ કુંડળીમાં બનાવે છે.
આમ તો કાળકર્પ દોષના અનેક નુકસાન બતાવ્યા છે. પરંતુ તેનું સૌથી મોટું નુકસાન કન્ફ્યૂઝન થવાનું હોય છે. જો કે આ દોષમાં રાહુ સૌથી આગળ હોય છે જે રાક્ષસનું માથું માનવામાં આવે છે, તે પોતાના રાક્ષસી સ્વભાવને કારણે નુકસાન કરે છે. આ દોષને કારણે માણસ હંમેશાં કનફ્યૂઝન કે દુવિધામાં રહે છે, કોઈ વાતમાં યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. આ કારણે તે હંમેશાં ખોટા નિર્ણયો લે છે અને નુકસાન ભોગવે છે.
એક નવી આદત શરૂ કરો-
જો તમારી કુંડળીમાં કાળસર્પ દો। હોય તો તમે એક આદત બદલી દો. પોતાના નિર્ણયો લેવાની. કાળસર્પ દોષમાં સૌથી મોટું નુકસાન જ એ થાય છે કે માણસને જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો તેની સામે એકથી વધુ ઓપ્શન આવી જાય છે અને જે તેને અસંમંજસમાં નાખે ચે. જો તમે કાળસર્પ દોષથી પીડિત હોવ તો સૌથી પહેલાં પોતે કોઈ નિર્ણય લેવાની આદત છોડી દો. જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો થાયતો કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ જેવા કે જીવનસાથી, માતા-પિતા, ભાઈ-બહેન કે કોઈ મિત્રની સલાહ જરૂર લો. તેનાથી તમને કાળસર્પ દોષનું નુકસાન નહીં ઊઠાવવું પડે.
કરો આ 2 ઉપાય-
જો કાળસર્પ દોષની પૂજા ન કરાવી શકતા હોવ તો અમે બે ઉપાય બતાવી રહ્યા છીએ જેને કરવાથી તમને આ દોષથી ઘણી રાહત મળશે.
પહેલો ઉપાય-
તમારા ઘરના મુખ્ય દરવાજાની ચોખટ(ઊંબરા) કે તમારા બેડરૂમના દરવાજાની ચોખટ પર ચાંદીના બે નાગ એક સ્વસ્તિકનું નિશાન અને લગાવો. બંને નાગની વચ્ચે સ્વસ્તિકનું ચિન્હ રાખવું. તેનાથી આપણી ઉપર કાળ સર્પદોષની અસર ઓછી થઈ જશે.
બીજો ઉપાયઃ-
કોઈપણ પંચમીના દિવસે શિવ મંદિરમાં જાઓ, શિવજીને જળ ચઢાવીને લાલ ગુલાબ અર્પિત કરો, પછી રુદ્રાક્ષની માળાથી 108 વાર ऊँ नमः शिवाय મંત્રનો જાપ કરો. ત્યારબાદ રોજ ઘરમાં જ એક માળા રોજ આ મંત્રની માળા ફેરવવી. તેનાથી કાળસર્પ દોષનો પ્રભાવ ઓછો થઈ જશે