Gujarati Quote in Poem by Ashok Upadhyay

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરી વધ્યું છે lockdown,
હવે મોરલ ડાઉન ન થાય તો સારું.
વર્ક ફ્રોમ હોમ તો આદત પડી છે,
હવે વર્ક ડાઉન ન થાય તો સારું.
સમજદાર છે થોડા અને અણસમજુ ઝાઝા,
લગ્નની જાન વગરના બધા જ વરરાજા.
અમુક નંગના લીધે યા..ર પડે છે પસ્તાવું.
ફરી વધ્યું છે lockdown,
મોરલ ડાઉન ન થાય તો સારું.
ઇશ્વરને જોયા તો એય આંખોથી વાત કરે છે,
મોહક સ્મિત દેખાતું નથી, કેમકે મોઢે માસ્ક પહેરે છે.
સફેદ એપ્રન ને સ્ટેથોસ્કોપ લઈ સાક્ષાત ડ્યુટી ભરે છે મૂર્ખાઓને લીધે થયું રેડ, ઓરેન્જ, ગ્રીન ટાઉન.
ફરી વધ્યું છે lockdown,
હવે મોરલ ડાઉન ન થાય તો સારું.

અશોક ઉપાધ્યાય.
01/05/20

Gujarati Poem by Ashok Upadhyay : 111429388
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now