તારે કેવું મજાનું.
રે પંખી તારે કેવું મજાનું.
ઊંચે આકાશે ઉડવાનું , મન ફાવે ત્યાં જવાનું
નાચવાનું,કુંદવાનું અને ક્લબલ કરવાનું.
માણસને જો, ઘરમાં જ ભરાઈ રહેવાનું.
તારે, નહિ શાક લેવું નહિ કરીયાણું કે નહીં બકાલા, દૂધ દહીંની ફિકર,
મોબાઈલ રિચાર્જ કે ડિશ ટીવી રિફિલની નહિ તને કોઈ અસર.
લાઈટ,ગેસ નું બિલ પણ તારે ક્યાં ચૂકવવાનું.
પંખી તારે કેવું મજાનું.
તારું ઘર તારું પોતાનું, નહિ એનું કોઈ ભાડું.
દરેક સીઝનમાં તું ખુશ રહે, એય કેવું મજાનું.
ભાડે રહેતા,ધંધો કરતા ચિંતામાં દુઃખ સહેતા.
માણસને જો, શું થશે, કેમ થશે..એ વિચારે ગભરાવું.
પંખી તારે કેવું મજાનું.
સ્વચ્છ હવામાં તું ઉડે, રહે એકદમ વ્યસ્ત,
વિમો નથી તારો તોય તું તો જીવે મસ્ત.
માણસ એલ.આઈ.સી. મેડીકલેઇમના પ્રીમિયમ ભરીનેય ત્રસ્ત
ઉપરથી વેલસેટ લાગે પણ અંદરથી અપસેટ અસ્તવ્યસ્ત.
ક્રેડિટકાર્ડ, કાર, ફ્લેટ,બેંકલોન નાં હફ્તામાં એને તો પરસેવે ભીંજાવું..
માણસ અપર,મિડલ,લોઅર કલાસમાં ઓળખાય.
તારે ફર્સ્ટક્લાસ રહેવાનું.
રે પંખી તારે કેવું મજાનું.
પણ અમારે ક્યાં જાવું ?
અશોક ઉપાધ્યાય.
02/05/20