લોકડાઉન!!
નથી મળતા હવે એ જીગરજાન દોસ્તો,
બસ થયા કરે છે ફોન પર વાતો
આ લોકડાઉને તો ભારે કરી....
નથી મળતુ હવે એ ખુલ્લું બજાર,
બસ જોવાય છે તો માત્ર તાળાબંધી
આ લોકડાઉને તો ભારે કરી....
નથી મળતો હવે એ રસ્તા પર નો ટ્રાફિક,
બસ જોવાય છે તો માત્ર સન્નાટો ચારેકોર
આ લોકડાઉને તો ભારે કરી....
નથી મળતી હવે એ ગલ્લે જામેલી ભીડ,
બસ જોવાય છે તો સોશ્યલ દિસ્તાંસિંગ
આ લોકડાઉને તો ભારે કરી....
નથી મળતી હવે એ બાળકો ની ટોળી,
બસ શોધાય છે તો માત્ર કોરીનાની ગોળી
આ લોકડાઉને તો ભારે કરી....
નથી જોવા મળતા એ બગીચા ના લવરિયા,
બસ જોવાય છે તો સોસાયટી ના ટાબરિયા
આ લોકડાઉને તો ભારે કરી...
નથી પીવા મળતી એ લારી ની કટિંગ,
બસ પીવાય છે તો તુલસી મરી નો ઉકાળો
આ લોકડાઉને તો ભારે કરી....
નથી મળતા એ બજાર ના ઠંડા શરબત,
બસ મળે છે તો માત્ર દંડા ને દાક્તર
આ લોકડાઉને તો ભારે કરી....