'માં' બનવા માટે કદાચ બાળક ને નવ મહિના કોખ મા રાખવું પડતું હોય છે,પણ 'માં'થવા માટે, તો કોઈ બાળક ને નવ મહિના કોખ માં રાખવાની જરૂર હોતી જ નથી.કેમ કે સ્ત્રી ના જન્મતાં ની સાથે જ 'માં'શબ્દ જન્મજાત રુપે વણાયેલો જ હોય છે. અને.દરેક એ દરેક સ્ત્રી નાં હૃદય મા દરેક એ દરેક બાળક માટે ક્યાંક ને ક્યાંક ' માં' કે માં ની મમતા, હૂંફ, લાગણી અને માતૃત્વ ની ભીની લાગણી ની સુવાસ તો એના મા જન્મજાત ગરબયેલી જ હોય છે.જે અમૃત સમી લાગણી ની ભીનાશ સતત એના સ્નેહ થકી સદૈવ ટપકતી હોય છે.અને માં બનવા માટે કોઈ સ્ત્રી કોઈપણ પુરુષ ની મોહતાજ પણ નથી હોતી. કેમ કે સ્ત્રી નું બીજું નામ જ માં છે.
અને ' માં' કોઈ ની પણ મોહતાજ હોતી નથી.
કેમ કે માં તો કુદરત ની દેન છે.
જે કુદરત ની દેન હોય છે,તે શાશ્વત,અનંત અને નિષ્ક્રિય હોય છે.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ