Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Its worth reading !

આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે...



આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે.

પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય

તેવું પણ થાય છે.
*
માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી.
જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ

‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી’

પ્રત્યેક સૂર્યાસ્ત નવું અંધારું મૂકતો જાય છે.

પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લેતો આવે છે.

*

છાશ પીવાનું ઘટતું જાય છે અને

બિયર પીવાનું વધતું જાય છે.

ગોળપાપડી ખાવાનું ઘટતું જાય છે અને

ચોકલેટ ખાવાનું વધતું જાય છે.

ગાય પાળવાનું ઘટતું જાય છે અને

કૂતરા પાળવાનું વધતું જાય છે.

વિચારવાનું ઘટતું જાય છે અને ટીવી જોયા કરવાનું વધતું જાય છે.

*

લોહીની સગાઈની અને લગ્નસંબંધની બોલબાલા ઘટતી જાય છે.

અને મનમેળના માનપાન વધતાં જાય છે.

*

માબાપની કડકાઈ ઘટતી જાય છે અને સંતાનોની જોહુકમી વધતી જાય છે.

*

ભાખરીની જગ્યાએ બ્રેડ અને ઢેબરાની જગ્યાએ પિઝાનું ચલણ વધતું જાય છે.

લીંબુનું શરબત એકાએક લિમકા બની જાય છે.

*
યુગલ હોય એવા કપ–રકાબીની જગ્યાએ

વાંઢો ‘મગ’ આવી જાય છે.

ઘરે ઘરે ગૃહિણીઓ કહેતી થઈ છેઃ

‘આજે બહાર જમી આવીએ.’

*

નવી પેઢીને ઓરડો છોડતી વખતે સ્વિચ ઓફ કરવાની ટેવ નથી.

કેટલાક ઘરોમાં ઉંમરલાયક વડીલ સતત સ્વિચ ઓફ કરતા જ રહે છે.

બાથરૂમમાં દિવસે પૂરતું અજવાળું હોય તોય લાઈટ ચાલુ કરીને સ્નાન કરવાનું નવી પેઢીને ગમે છે.

ઓછા પાવરનો બલ્બ એમને બિલકુલ ગમતો નથી.

શિયાળામાં પણ ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું એમને ગમે છે.

શિયાળામાં પણ પંખો ચાલુ રાખીને સૂઈ જવાનું વ્યસન કેળવાતું જાય છે.

*

પૈસા વધારે ખર્ચાઈ જાય તે અંગેની યુવાનોની લાપરવાહી વડિલોને અકળાવે છે.

નવી પેઢીને બગાડ પજવતો નથી.

*

જમાઈઓ દીકરા જેવા થતા જાય છે અને દીકરાઓ જમાઈ જેવા થતા જાય છે.

*

એક મિત્રે કહેલુઃ
‘ટીવીને કારણે મારી નવ વર્ષની છોકરી રાતોરાત અઢાર વર્ષની થઈ ગઈ!’

*

હનિમૂન પર જઈ આવ્યા પછી તરત જ છૂટાછેડા લેવાય તેવા બનાવો વધતા રહેવાના છે.

*

પવન, ઝરણું અને વાદળ તો વહેતાં જ રહેવાના છે,

એ જ રીતે

પરીવર્તનને નીરખવાની મજા માણવા જેવી છે.

*

સરતિ ઈતિ સંસારઃ

જે સરતો રહે છે તેનું જ નામ સંસાર.

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111429064
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now