સંગિની
મરક મરક સ્મિત કરી તું કમાલ કરી ગઈ ,
સમજાયું ન રહસ્ય મને સ્મિત નું તું એક અધ્યાય લખી ગઈ ... (૧)
વેદના અસહ્યં હતી એકલતાની જીવનમાં,
હુંફ પ્રેમ ની આપી તું જીવ ને અનેરો સ્પર્શ કરી ગઈ ... (૨)
જીવન નાં મુલ્યો સમજવાની ક્ષણ હજુ બાકી હતી,
ઉત્સાહ અને ઉમંગ થકી તું નવી કેડી કંડારતી ગઈ ....... (૩)
મધદરિયે તોફાન હતું ઝંઝાવતું જીવન માં ,
જીવનસંગીની તું મારી “રાજેશ્વરી “,મારું આખું વ્યક્તિત્વ બદલતી ગઈ ... (૪)
ખારાશ હતી અનુભવ તણી જે અંતરમનમાં ,
તારા સહવાસ થકી તું એને અમૃત કરતી ગઈ .... (૫)
સમજાયું મને જે હદય રૂપી કિલ્લો હજુ એકબંધ હતો ,
લાગણીનાં સેતુ થકી તું ધીરે ધીરે હૈયામાં પ્રવેશ કરતી ગઈ ..... (૬)
ડૉ .બ્રિજેશ મુંગરા