મારા મત મુજબ મધર્સ ડે એ માત્ર એક દિવસની ઉજવણી નથી .... જ્યારે એક સ્ત્રી બાળકને જન્મ આપે છે ને , ત્યારે જે અહેસાસ થાય છે એ મધર્સ ડે .... જ્યારે બાળક કાલી ઘેલી ભાષામા પહેલી વાર મા શબ્દ બોલે ને એ મધર્સ ડે .... જ્યારે એક દિકરી કે દિકરો નાની અમથી સમસ્યામા ગભરાઈ ને કે ચીસ પાડીને બોલી ઉઠે ને એ શબ્દ જ મા હોય છે , એ મધર્સ ડે.... બાળકને જોઈને વગર કહે એની તકલીફ સમજી બાળકની સમસ્યાનુ સમાધાન કરે ને , એ મધર્સ ડે .... પોતાનુ બાળક ગમે તેવુ હોય તોય સમાજ સામે બાળકના વખાણ કરે ને , એ મધર્સ ડે .... પોતાની ઈચ્છાઓ ને મારી બાળક માટે સ્વર્ગ સજાવે ને એ મધર્સ ડે .... આખાય ઘરનુ કામ કરી થાકી ને લોથ પોથ થઈ ગઈ હોય અને દિકરો કે દિકરી બહારથી આવે ને એક જ જટકામા હસ્તી હસ્તી તેમને પાણી આપી બધુ કુશળ છે ને એની ખાતરી કરે ને , એ મધર્સ ડે ...... એ જ બાળક જ્યારે મોટુ થઈ ને માતા ને હડધુધ કરે , ગમે તેવા અપશબ્દો બોલે એ #સાંભળવું કઠીન હોય છતાંય બાળકને આશીર્વાદ આપે ને એ મધર્સ ડે ..... આવી તો અનેક બાબતો છે જે મધર્સ ડેની ઉજવણી માટે કાફી છે... આ ઉજવણી માત્ર એક દિવસની નહી દરેક ક્ષણની છે મારી માટે તો રોજ મધર્સ ડે છે ..... શુ તમારી માટે આ ઉજવણી માત્ર એક દિવસ પુરતી છે ? ? ? ? ? ? ? ? ? ? ?
#Happy_Mothers_day ....
#સાંભળવુ