આમ તો મા વિશે ગમે એટલું લખવા બેસીએ એનું ઋણ તો ચુક્તું ના જ કરી શકીએ એના માટે તો બીજા સાત જન્મો પણ ઓછાં પડે...ઘણા ની લાઈફ મા પિતા નું સ્થાન પણ માતા એ જ લીધું હોય ...પિતા ની બધી ફરજો પણ માતા એજ નિભાવી હોય છે....આવા લોકો તો ગમે એટલા જન્મો લે પણ આ ઋણ ક્યારે પણ ચૂકવી નહિ શકે..અત્યારે બધા ને મા વ્હાલી લાગે બધા ફોટા મૂકી ને લખશે...પણ જ્યારે મા વૃદ્ધ થશે ને ત્યારે સંતાન ની સાચી કિંમત ખબર પડશે..ત્યારે પછી ફોટામાં તો શું ઘરમાં એક ખાટલા મા જગ્યા આપવામાં પણ વાંધો આવશે....સમાજ ના અમુક નિયમો છે એમાં એક નિયમ આ પણ હોવો જોઈએ કે જ્યારે મા વૃદ્ધ થાય એટલે એને દીકરી ના ઘરે જતું રેવાનું...મતલબ દીકરી ના સાસરે....અને આ સંસારની કોઈ દીકરી એવી નહિ હોય જે પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકે....આતો દીકરા જ ક્યારેક ક્યારેક આવા નીકળે છે જે આવા કામ કરતા હોય છે અને માં ને તરછોડતા હોય છે....જ્યારે આવું બનશે ને ત્યારે કોઈ મા રસ્તા પર રખડતી નહિ જોવા મળે...ત્યારે કોઈ મા વૃદ્ધાશ્રમ માં નહિ જોવા મળે....કેમ કે એક મા ની લાગણી જો સમજવી હોય તો એના માટે મા જ બનવું પડે....અને આ કામ એની દીકરી સિવાય બીજું કોઈ પણ ના કરી શકે.....
#happymothersday