"A Book is the Death of a Tree."
"એક પુસ્તક એટલે એક વૃક્ષનું મૃત્યુ."
ફ્રેન્ચ કવિ સાંત જ્યા પર્સ એ ઉપર મુજબનું વાક્ય ઉચ્ચારેલું.
જે પુસ્તક રચે છે તે એક વૃક્ષ જે કંઈ કરે છે તેનું સાટું વાળી આપે છે ખરો? વૃક્ષ છે તો
એનો પર્ણમર્મર છે,
પંખીઓનો ટહુકાર છે,
તેજછાયા ની રમત છે,
એની નીચે બે પ્રેમીઓની ગુફ્તગુ છે,
પાસે વહેતી સરિતાના જળનો કિલ્લોલ છે,
ઉપરનું આકાશ છે.
આ આખો એક બ્રહ્માંડ જેટલો વિસ્તાર એ વૃક્ષની સાથે છે.
તો જે ગ્રંથ રચે છે તે આ બધાનું સાટું વાળી આપે છે? વૃક્ષ પ્રત્યેનું ઋણ ચૂકવે છે? કાવ્યની પોથી હાથમાં લેતા સાચા રસિકને આ પ્રશ્ન થાય છે.
સુરેશ જોષીના કવિ સંમેલન પ્રવચનમાંથી સાભાર.