" વિશ્વાસ "
ફરી એજ વિશ્વાસ લઈ ને ઉભો છું,
તડપતા હોઠો ની પ્યાસ લઈ ને ઉભો છું.
મને ખબર છે નથી આવવાના તમે,
તો પણ એક ઠગારી આશ લઈને ઉભો છુ.
આપણે ભીંજાયા હતા જે વરસાદ માં,
આજે એ વરસાદ ની યાદ લઈ ને ઉભો છું.
આજે પણ અજાણી ડગર પર , મંઝીલ ની રાહ લઈ ને ઉભો છું....
ભાવેશ હિરાણી (અલખ)