Gujarati Quote in Blog by Vandna Khatri

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈક ના મન ના અવાજો સાંભળી લેવાજોઈએ કારણ કે આજે સાંભળતા બઉ ઓછા લોકો ને આવડે છે. સાંભળવું એ ખાલી કાન સુધી અવાજ પોહોચવો એ નથી પણ આપણા શબ્દો નું કોઈ સાચું પ્રત્યક્ષીકરણ કરી શકે એ સાંભળ્યું કેવાય. અને જ્યારે આજે માણસ પાસે સમય નથી ખરી રીતે સાંભળવા નો ત્યારે તો ટેકનોલોજી એ કરેલી સગવડો નો ઉપયોગ કરતો થયો છે માણસ . પણ દરેક વ્યક્તિ એ સંકલ્પ લેવા જેવો છે.કે જ્યારે સામે ની વ્યક્તિ મને કોઈ વાત કરશે ત્યારે હું એને પૂરી સાંભળીશ .જ્યારે તમે કોઈ ને સારી રીતે સાંભળી લ્યો ને તો પણ તેનું દુઃખ અડધું થઇ જતું હોય છે .પછી તો એ સમસ્યા પર આધાર છે એના માટે આપણે કંઈ કરી શકીએ કે નહિ .માટે સાંભળો બધા ને .બધા ને ફરિયાદ તો હોય જ છે . પણ ફરિયાદ કરવા વાળા બધા ની પાસે નથી હોતા .અને કેટલીક ફરિયાદો મૂંગી હોય છે. જે કોઈ ને કરી ન શકાય તમને ફરિયાદો પણ સાંભળવા મળે તો તમે નસીબદાર છો.
#Heard

Gujarati Blog by Vandna Khatri : 111428577
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now