થઈ એક મુલાકાત અણધારી વર્ષો પછી, વિસરાયલી ક્ષણો બધી તાજી થઈ ફરી, નજરથી નજર શું મળી સ્મિત વેરાયું અનોખું, સ્મિતથી ખીલેલા ચેહરાને જોઈ હૈયું હરખાયું, પછીતો થયો ઈશારો આંખોથી એકબીજાને, ચાલ, ઘડીભર આપણે બેસી લઈએ સંગાથે, પછી શું? ઈશારો આંખોનો સમજી ગયા બંને, સંગાથે એકબીજાની પછી બેસી ગયા બંને, થોડીવાર તો જોતા જ રહ્યા એકબીજાને, શરૂઆત થઈ વાત કરવાની, કેમ છે તું? થી, પછી ખોવાયા વીતેલી ક્ષણોને તાજી કરવામાં, વિસરાય ગયેલી વાતોને ફરી યાદ કરવામાં, સમય વહેતો રહ્યો અને વાતો થતી રહી પછી ખબર પડી કે વિસરાયું ક્યાં હતું કંઈ! હા, પછી ખબર પડી કે વિસરાયું ક્યાં હતું કંઈ! સ્મરણોના સથવારે જ તો જીવન ચાલી રહ્યું હતું.