_____ #દુષ્ટતા _____
દુષ્ટતા શબ્દને યાદ કરતા વળી ,
રાવણ 'ને કંસ ની યાદ અપાવે.
સભામાં અધમતા છે દુ:શાસનની,
મૌન નિહાળતા સૌ દુષ્ટ નહોતા?
નઠારું જગતમાં માન જો મેળવે,
દુરાચરણ તેમનું કોણ કહેશે?
દોષિતને નિર્દોષ 'ને નિર્દોષને દંડ
દુષ્ટતા વકીલની કોણ કહેશે?
કાયદા ને કોરટુમાં દુષ્ટતાના માપ શું,
નગદનાં જોરથી વળી તેહ છૂટે.
આપ અવિનાશના કાયદાને જાણતા,
કર્મની કોરટુનાં ફરમાન છૂટે...
#દુષ્ટતા
#lockdowndays
#homequorantine