સમયની આ દુષ્ટતા તો જોવો
આરામ છે,તો ય સારો નથી જ..
દોડ્યા પડ્યા ઉઠ્યા ભાગ્યા ઘણુંય
લીધું દીધું કમાયુ કે ખોયું ય ઘણું
હિસાબોની આ દુષ્ટતા તો જુવો,
આંકડા છે, તે ય કામના નથી જ...
સમયની 0...
એવું ય હતું કે નવરાશની ઝંખના હતી,
સમયે દોડાવ્યાનો ઘણો થાક ય હતો,
ફુરસદની આ દુષ્ટતા તો જુવો
સમય છે , તો ય ખૂટતો નથી જ....
સમયની 0..
બધું જ હાથવગું છે એવું ય નથી
કે સાવેય ખૂટી પડ્યું અેવું ય નથી
જરૂરીયાતોની આ દુષ્ટતા તો જુવો
વિકલ્પો છે, તો ય ગોઠતાં નથી જ...
સમયની 0..
ધીરજ તો છે, શ્રધ્ધા ય ખરી
તો આશા કેરી જ્યોત ય ખરી
ભવિષ્યની આ દુષ્ટતા તો જુવો
આગમનાં ઓથાર હટતાં નથી જ..
સમયની 0..
#દુષ્ટતા