અને ત્યાં પહોંચતા જ મન થંભી ગયું....
તારી સાથે કદમ કદમ મિલાવી ચાલવાની ચાહના હતી,
પણ પગ ઉપાડતાં જ મન થંભી ગયું.
હંમેશા તારો હાથ મારા હાથમાં જ રાખવાની ઇચ્છા હતી,
પણ હાથ આપતાં જ મન થંભી ગયું.
તારી આંખોમાં માત્ર મારો જ ચહેરો જોવાની ઝંખના હતી,
પણ નજર મીલાવતાં જ મન થંભી ગયું.
જીવનનો છેલ્લો શ્વાસ તારી સાથે જ લેવાની કસમ હતી,
પણ 'પહેલો' શ્વાસ લેતાં જ મન થંભી ગયું.
ઘણી આતુરતા હતી એ મંજીલ સુધી પહોંચવાની,
પણ મંજીલ મળતા જ મન થંભી ગયું.