#birthdaypoem #birthdaywish #husbandbirthday #bdaypoetry #wishpoem
ચાલ, વર્ણન કરું આજ તારું આમ કંઈક,
દર્પણ કાઢી તને જોવ ખુદ માં આમ કંઈક !
નિર્મળ કોમળ ઊર્મિ વહે છે તારે આમ કંઈક,
જાણે સ્પંદન બનતું એમાં નિર્દોષ આમ કંઈક !
ખુશીઓ ના પાસવર્ડ ની ચાવી છે તું આમ કંઈક,
ખિલખિલાટ હાસ્ય ની ગમતી ભાષા છે આમ કંઈક !
કર્મ ધર્મ સર્વ માં મનગમતું મંત્ર છે તું આમ કંઈક,
નિસ્વાર્થ સેવા માં ખીલેલું શોર્ય છે તું આમ કંઈક !
સર્જક ના સર્જન નુ એક ચિત્ર છે તું આમ કંઈક,
હજાર હાથ રૂપી શ્વાસ ની દોરી છે તું આમ કંઈક !
નિર્ભય નીડર અંદાજો માં વસે છે તું આમ કંઈક,
મહેંક દાન ની ખીલતી તારા અહેસાસ માં કંઈક !
તું પામે અગણિત આનંદ ને સર સિદ્ધિઓ કંઈક,
એવી યાચના તારી હું કરું પ્રભુ પાસે આજ કંઈક !
Happy bday husband !