હે લોકો,
હું જે કંઈ કહું તે પરંપરાગત છે એમ જાણે ખરું માનશો નહીં.
તમારી પૂર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને ખરું માનશો નહીં.
આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.
તર્કસિદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.
લૌકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.
સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં.
તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું, એવું જાણી ખરું માનશો નહીં.
પણ તમારી પોતાની વિવેક બુદ્ધિથી મારો ઉપદેશ ખરું લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો.
ભગવાન બુદ્ધ