મન ફાવે એમ વગર કામે કેમ ફરો છો,
જો જીવવું હોય તો હવે ઘરમાં મરોને.
શું થાય છે કોરોના તમારો સગો કે વહાલો,
જેથી એને લેવા તમે બહાર નીકળી પડોને,
નથી તમને દેખાતો પણ એ તમને દેખે છે,
વાત એ જાણ્યા પછી એ વાતને ગણોને.
તમને બચાવવા ઘણા જીવન સામે લડે છે,
એ લડનારોની વાત માની ને થોડું તો ડરોને.
જોયા વગર થઈ જાય છે એવો હઠીલો છે,
એટલેજ બચવા થોડું સરકારનું કીધું કરોને.
Stay home
Stay safe.
ક્લારૂપ